અવરોધ વગરની જિંદગી શોધી રહ્યો,
ખુલ્લા પગે ખુલ્લી આંખે મેદાનોમાં,
અવરોધ વગર ની જીંદગી શોધી રહ્યો,
પાંખો ફેલાવી વિહરી રહ્યો ખુલ્લા આકાશમાં,
અવરોધ વગર ની જીંદગી શોધી રહ્યો,
બેસી ગયો તરતો મુકી તરાપો મધદરિયામાં,
મન મૃગજળ સાબિત થયું,
સ્વપ્ન તજી જાગૃત થયું,
અવરોધ વગરની દોડ નકામી,
જીવનની કિંમત ન સમજાય,
અવરોધ વગરની ઉડાન નકામી,
જીવન ની ઊચાઈ ન સમજાય,
અવરોધ વગરની ગતિ નકામી,
જીવન ની ઊંડાઈ ન સમજાય.
#અવરોધ