ઘણા સપના જોયા તા નરી આંખો એ મે ...
થોડા ખોટા પડયા તો શું થયું ...
ઘણા દુ:ખો મળ્યા જીવન માં
થોડા વહેલા મળ્યા તો શું થયું
ઘણું દોડવા નું બાકી છે હજી
ક્યાંક પડી જવાયું તો શું થયું
ઘણું હસ્યા જીવન માં લોકો પર
તો થોડા હસ્યા મારા પર તો શું થયું
ઘણું માંગ્યું ઈશ્વર પાસે અને મળ્યું
થોડું ના મલ્યું તો શું થયું
ઘણું જીવ્યા પોતાના માટે હર્ષિલ
થોડું બીજા માટે જીવ્યા તો શું થયું
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ