" જેવું કર્મ એવું ફળ "
મને મલ્યો પહાડ સુખ નો,
ધનદોલત અને વૈભવ નો,
કર્યો મેં સ્વાર્થ જીવન માં,
છોડ્યા ના મેં અંગત ને,
અંત ઘડી એ આશા રાખું,
ગોલોક અને વૈકુંઠ નો!!,
ઈશ્વર કેમ મને સાંભળે ?
કમાવી દોલત મેં સ્વાર્થ ની,
હાથ ના કર્યા મને વાગ્યા,
અંત ઘડી એ ના મલે મને,
સાથ સગા સંબંધીઓ નો,
@ કૌશિક દવે