સુરજ તેનું આગમન કરે
પક્ષીઓ કિલ્લોલ કરે
મન મોર બની થનગાટ કરે
રંગબેરંગી ફૂલોની એ સજાવટ કરે
તેની મહેકથી વાતાવરણ ખીલી ઊઠે
મન મોર બની થનગાટ કરે
અષાઢના એ વાદળો ગર્જના કરે
વરસાદથી ધરતી ખીલી ઊઠે
મન મોર બની થનગાટ કરે
લાગણીઓનો તે એકરાર કરે
અંતરના બંધ દ્વાર ખૂલી ઊઠે
મન મોર બની થનગાટ કરે
કૃષ્ણ એ રાધા સાથે રાસલીલા કરે
વૃંદાવનમાં હૃદય સૌનુ ઝૂમી ઉઠે
મન મોર બની થનગાટ કરે.
- કેયુર શાહ