સંતુલન રાખવા સંબંધોમાં,
ક્રોધાગ્નિ ની જ્વાળા સામે,
અગરબત્તીની જેમ સળગતું પડે,
અને સુગંધ પ્રસરાવતી રહેવી પડે.
સંતુલન રાખવા સંબંધોમાં,
પગથિયા બનીને રહેવું પડે,
સૌને ચડવા માટે નો માર્ગ બને,
અને પોતે ત્યાંના ત્યાં જ રહે.
સંતુલન રાખવા સંબંધોમાં,
ગુણાકાર ભાગાકાર કે બાદબાકીના
દાખલા ન મંડાય, તેમાં ફક્ત,
સંબંધોના સરવાળા રચાય.
#સંતુલન