🥀સફળતા🥀
જ્યારે પંખી ઉડે છે, ત્યારે આપણને પણ ઉડવાનું મન થાય છે,મનમાં થાય છે કાસ આપણે પણ ઉડી શકતા હોય, અને સ્વતંત્ર હળી ફરી શકતા હોઈએ,પણ ક્યારેય એવો વિચાર કર્યો છે કે તે પંખી કઈ રીતે તેની પોતાની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.તે બચ્ચું હોય છે, જ્યારે તેની મા તે બચ્ચા ને ઉડાડતા શીખવાડે છે,ત્યારે તે ઉડવાની કોશિશ કરે છે. ત્યારે તે કેટલી વખત પડે છે,પટકાય છે,ઉડે છે ફરીથી નીચે પટકાય છે ફરીથી કોશિશ કરે છે,ક્યારેક વાગે છે,પણ ઉડવાનો પ્રયત્ન તો ચાલુ જ રાખે છે,અને પછી તેને ધીરે ધીરે ઉડવાનું ચાલુ કરે છે, પછી તેને બીક નથી લાગતી તે ઉડતા શીખી જાય છે,કેટલા સંઘર્ષો બાદ તે ઉડતા શીખે છે.તેમ કોઈ માણસ સફળ કે મહાન છે, તો તેની ઈર્ષ્યા ના કરવી જોઈએ. તેને તે મંઝીલ સુધી પહોંચવા માટે કેટલા સંઘર્ષ મહેનત અને કેટલી ધીરજ અને તે મંઝીલ સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા હશે,તેને પણ ઘણી નિસફળતા ઓ બાદ સફળતા મળી હશે,તો કોઈ સફળ વ્યક્તિ ની ઈર્ષા કરવી નહિ પરંતુ તેના સારા ગુણ ને સ્વીકારતા શીખવું જોઈએ .અને આપણે પણ મહેનત અને પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ. આપણને પણ ક્યારેક મંઝીલ મળશે, મહેનત અને પ્રયત્નો સાચી દિશામાં હશે, તો સફળતા પણ અવશ્ય મળશે.
✍️માહી