#ઝેન
=============================
ધ્યાન રાખો, ધ્યાન કરો, ધ્યાન માં રહો,
સર્વત્ર આનંદ સ્વરૂપ સહજ ખુશ રહો;
ધ્યેય ભૂલ્યો, મૂલ્ય ભૂલ્યો માનવી અહીં,
ધ્યાન ધરવું ક્યાં ?બેધ્યાનપણે ખુશ રહો;
==============================
ઝેન બૌધ્ધ પરંપરા છે. પરંતુ ધ્યાન શબ્દ તો સહજ સ્વાભાવિક બધા માટે છે . આપણે બધા સતત ધ્યાન તો કરી રહ્યા છીએ. બેધ્યાન તો કોઈ નથી.પોતાના લક્ષ્ય ને પામવા પુર્ણ ધારણા શક્તિ થી જે લાગ્યો રહે છે, તે અવશય સફળ થાય છે. આ દુન્યવી અપેક્ષાઓ નું ધ્યાન છે જે પાંચ ઈન્દ્રિયો ના અનુપાત માં ભૌતિકતા માટે થાય છે. પરંતુ એ ક્ષણિક સુખદાયી છે. આનંદમય અનુભૂતિ નથી જે આધ્યાત્મિક પરિપેક્ષ્યમાં છે.
ધ્યાન નો સીધો સાદો અર્થ એ છે, કે ધ્યૈય માં તદ્રૂપ થવાય અને ધ્યાતા ધ્યાન ધ્યેય ઐક્ય પામે, એટલે સિધ્ધિ મળે. આમ ધ્યાન નું ખૂબ મોટું મહત્વ છે.
બસ ધ્યાન રાખો, ધ્યાન કરો