ના હું તારા જેવી છું..
કે નથી તુ મારા જેવો..
આમ પણ પ્રેમ માં કયા,
એકબીજા જેવુ હોવુ જરૂરી છે.
માત્ર ને માત્ર પ્રેમ જ હોવો જરૂરી છે.
એક રીસાય, તો બીજા નુ મનાવુ જરૂરી છે.
એક રડે તો, બીજા નુ હસાવવું જરૂરી છે.
અેક ચંચળ તો, બીજા નુ ધૈર્યશીલ હોવુ જરૂરી છે.
એક ને બોલતા તો, બીજાને સાંભળી
લેતા આવડવુ જરૂરી છે.
એક નુ નાદાન તો, બીજા નુ સમજદાર હોવુ જરૂરી છે.
અને આમ પણ આકૅષણ વિરોધાભાસ થી જ થાય છે
Nilam_monik_vithlani