#હૂંફ
જીવન માં જો મળે મને,
તારા પ્રેમ ની હૂંફ.
તો લાગે છે મળી ગયો,
ઠંડી માં ધાબળો.
નસીબ માં મળે મને,
તારો સંગાથ,
તો લાગે છે ભળી જાય,
સરિતા સાગર માં.
કપરા સમય માં જો મળે મને,
સમય તારો,
તો લાગે મને,
દરેક સમય સારો.
જીવન ના સફર માં મળે મને,
હમસફર તારા જેવો,
જિંદગી નો સફર બની જાય,
ધરા પર ના સ્વર્ગ જેવો.
Mahek Parwani