હું સવાલ છું એક તારો અને જવાબ પણ તારો છું.
જે નહીં સમજાય તારાથી એવી હું એક આ પહેલી છું.
પ્રેમ છું લાગણી છું થોડી પણ ઘણી રોમેરોમમાં છું.
રોનક છું,રંગત છું,થોડી પણ ઘણી તારી અંગત છું.
તારી આંખોનું અભિમાન છું તારા રૂપ નું દર્પણ છું.
તું આવતોને મન લલચાવતો, તારો એક ખ્યાલ છું.
હું ક્યાં દુર છું તારાથી, તારા અંતરનું હું અંતર છું.
દિલમાં સ્થાન છે જ, તારા તર મહીં હું તરબર છું..
✍️હેત