#દુષ્ટ
આ છે એકવીસમી સદી નું ભારત,
જેમાં આજ ફરી રચાયું મહાભારત.
માનવ બન્યો છે દાનવ સમાન,
જે કરે છે માનવતા નું અપમાન.
જ્યાં ખૂન ની ખેલાય છે હોળી,
ઘર બાળી ને ઉજવાય છે દિવાળી.
જ્યાં ભરસભા માં વલવલે છે લાખો દ્રોપદી,
પણ કોઈ કૃષ્ણ દેખાતો નથી દૂર દૂર સુધી.
માતૃભૂમિ ને બનાવી એક રંગમંચ,
કૌરવો-પાંડવો નું રૂપ ધર્યું છે હિન્દૂ-મુસ્લિમનું
શકુની ના પાઠ ભણે છે ભણાવે છે બધા,.
નથી યાદ કરતું કોઇ કૃષ્ણ અને દ્રોણ ને.
Mahek Parwani