Gujarati Quote in Book-Review by Rajan

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુશાંત સિંહ રાજપૂત અને વેરોનિકા ડિસાઈડઝ ટુ ડાઈ.

( નોંધ – આ પોસ્ટની અંદર એક‌ બુક રીવ્યુ અને તાજેતરમાં બનેલી ઘટનાનું કો્સ ઓવર છે તો મથાડુ વાંચી ડઘાઈ જશો નહીં. )

રવિવારની ઢળતી સાંજે પોલો કોએલો લીખીત પુસ્તક વેરોનિકા ડિસાઈડઝ ટુ ડાઈ (અનુવાદ:- સ્વાતી મેઢ) વાંચી રહ્યો હતો, જેમાં એક સુંદર શિક્ષિત યુવતી વેરોનિકાની કહાની હોય છે. જે ખૂબ બધી સુવાની ગોળીઓ ખાય આત્મહત્યા કરે છે પરંતુ સંજોગોવશાત બચી જાય છે અને ભાનમાં આવ્યા બાદ એ પોતાને વિલેટ નામની માનસિક બીમારોની હૉસ્પિટલમાં હોવાની ખબર પડે છે. જ્યાં એ ઝેડકા નામની બુધ્ધિશાળી સ્ત્રી, સ્કિઝોફેનિક નામની અજબ બીમારીથી પીડાતા એડુઅડને, મારી નામની સફળ ચાલાક સ્ત્રીને, અને વિલેટના મુખ્ય સંચાલક ડો. ઈગોરને મળે છે.

ખૂબ બધી સુવાની ગોળીઓ ખાવા છતાં એ બચી જાય છે પરંતુ એના હદયને મરણતોલ ફટકો પડે છે અને એક અઠવાડીયાથી વધુ જીવી શકશે નહીં એવી એને જાણ થાય છે. પુસ્તકમાં આમ‌ તો વેરોનિકા શું વિચારે છે અને એણે આત્મહત્યા કેમ કરવી છે, ઝેડકા, એડુઅડ, અને મારી માનસિક બીમારોની હૉસ્પિટલમાં કેમ અને કેવી રીતે પહોંચ્યા એની કહાની છે.
વિલેટમા વેરોનિકા અને પાત્રોની આજુબાજુની બનેલી ધટનાથી દરેક પાત્રને ફરીથી જીવનને વધુ સાર્થક રીતે માણવાની પ્રેરણા મળે છે અને પાગલ જીવન છોડી બહેતર જીવન જીવવાની ઉમ્મીદ મળે છે.
આખરે વેરોનિકાનુ અંતમાં શું થશે એના માટે તો પુસ્તક વાંચવું જ રહ્યું . પુસ્તક સારાંશ કહ્યું તો એમાં એમ જ કહેવામાં આવે છે કે જીંદગીને જીવવી જરૂરી છે, જાણવા કરતા વધુ માણવાની જરૂર છે. આત્મહત્યા એ કોઈ જિંદગીમાં આવેલા પ્રશ્નનો ઉત્તર નથી, એક સમય વહી જવા દો એનો પણ ઉતર મળી જશે. આપણે ફક્ત જીવનમાં રહેલી નિરાશા અને કટુતા દૂર કરવી જોઈએ.



આ ઉપર હતી વેરોનિકા ડિસાઈડઝ ટુ ડાઈ બુક રીવ્યુ અને એજ સાંજે સુશાંત સિંહ રાજપૂત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી એના સમાચાર મળ્યા. આશ્ચર્ય અને દુખની લાગણી થવી સ્વાભાવિક હતી કેમકે હસતા ચહેરાવાળો જુવાન હીરો જેણે પોતાની અદાકારી થી આપણને મોહિત કર્યા હોય તેવા હીરોની આવી અણધારી અલવીદા. એક તરફ વેરોનિકા પુસ્તકની કહાની અને સુશાંતની આત્મહત્યા એક અગમ્ય સંજોગો હતા પરંતુ એ ઘટના અને પુસ્તકની પ્રેરણા કથા એ મને બુક રીવ્યુ લખવા મજબૂર કર્યો.


અંતમાં મારા મનમાં ઉઠેલા પ્રશ્ર્નો તમે પણ ટ્રાય કરી શકો.

૧. શું આપણે એકબીજાથી એટલાં દૂર થઈ ગયા છે કે એક બીજાની મદદ માંગતા પણ અચકાઈએ છે?

૨. શું આપણે પરીવાર અને મિત્રો જોડેના સંબંધ એટલી નબળી સાંકળથી બન્યા છે કે જે આપણને બે ઘડીના વિચારથી આત્મહત્યા કરવા મજબૂર કરી દે છે?

૩. શું આપણે મશીનોથી અને આધુનિક જીંદગીથી એટલા અટવાઉ ગયા છે કે જીવનનું હાર્ડ ભૂલી આવા સ્ટેપ લેવા મજબૂર થઈ શકીએ?

૪. શું આપણે આજના ઝડપી જીવનની સાથે કદમ મિલાવવા માં આપણે મનની શાંતિ ખોઈ બેઠા છીએ?

જો આ પ્રશ્ર્નોના ઉત્તર તમારી પાસે છે તો એના પર સ્વવિચાર કરી મૂલ્યાંકન કરો અને ના મળે તો આ પ્રેરણા પુસ્તક તો છે જ.

“ મુત્યુની સભાનતા આપણને વધુ ઉત્કૃષ્ટતા થી જીવવાનું પ્રોત્સાહન આપે છે “ – ડો. ઈગોર

Gujarati Book-Review by Rajan : 111483106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now