કેવો વ્હાલ છે એ 'વા' ને તું જો,
વહેતો રહે તને અડવા ને તું જો.
મહેક લઈ તારી જાય છે વાયરો,
ગામેગામ કામણ રેલવાને તું જો.
કાળ ભંમર કેશ પર ફરતા હાથ,
છે ઉતાવળા કોને છુંવાને તું જો.
આંખોના તિર વાગ્યા હૈયે, જેમ-
ખંજર બેતાબ ભોકવાને તું જો.
હેતના હરણા હાલ્યા લઈ હામ,
દર્શન દીઠી મંડયા દોડવાને તું જો.
પ્રીતનો પગથાર પથરાયો અહીં
આવી શકે આવ મળવાને તું જો
©પીયૂષ કુંડલીયા