અનુભવના ઝરણાં ની હું ઓથ લઈ બેઠી.
પ્રેરણા તો સ્યાહી માં જોગ ધરી બેઠી.
નફ્ફટ છે અંધારું! હું વેમ નો રોગ લઈ બેઠી.
શાંત સરવર ની પાળ માં હું શોર ભરી બેઠી.
તને ક્યાં ભાન છે, હું શેની જીદ લઇ બેઠી.
ઉતાવળી મારી વાણી તારા દિલ ને ચોર કરી બેઠી.
જગતની આંખમાં કમી હું ખુદમાં ફરીયાદ કરી બેઠી.
મધરાતે રાતરાણી આ હ્દય ને તરબોળ કરી બેઠી.
કિષ્ન ની યાદે મિરા ની સાંજ સોગ લઈ બેઠી.
અટવાયા અધરમા અક્ષર હું અલંકાર માં ઓગળી બેઠી.
sayra...🍁