ડાયરી પુરાણી મારી
અચાનક તેના હાથે ચઢી
આંચકી તો ના શકું હું
લાગણીઓ મારી
પ્રેરણા મારી સપના મારા
બધુજ અકબંધ એમાં
પણ મધ્યમાં એજ હંમેશા..
પાના ઉથલાવ્યા ઘણાં
આંખોમાં સવાલો ઘણાં
આપી દીધી પાછી હાથમાં
સવાલ નાનો કર્યો
આ બધામાં હું ક્યાં?
પહેલું પાનું જો જોયું હોત
લખ્યું હતું "સમર્પિત તને "