લાખ છુપાવવા છતા આ ક્યાં છુપાઈ છે ,
તારો અને મારો પ્રેમ છડેચોક ચર્ચાય છે.
જીભ ભલે ઇનકાર કરે પણ ચહેરો ચાડી ખાય છે
નામ સાંભળતા તારૂ હોઠ મારા મલકાય છે
છુપાવી ના શકી આંખો, પણ વાંક શું એનો કાઢવો?
તારી યાદ આવતા જ પાંપણો ભીની થાય છે.
જરૂર ક્યાં છે હવે કોઈ તિજોરીની ?
તારા પ્રેમ નો ખજાનો મારા હૃદયમાં સચવાય છે.
માન્યુ કે શ્વાસ નથી તુ મારા જીવનનો,
એમ તો તારા વગર પણ ક્યાં મારાથી રહેવાય છે.
કારણ વગર હસવું અને બેધ્યાનપણે સાંભળવું,
સખીઓ મારી કહે છે કે આને જ પ્રેમ કહેવાય છે.
બસ તું અને હું જ ઇનકાર કરીએ છીએ પ્રેમનો,
બાકી તારો અને મારો પ્રેમ ! છડેચોક ચર્ચાય છે.