શ્વાસની વણઝારથી હેરાન છું.
હું જ મારા ભારથી હેરાન છું.
બંધ કર તારા પ્રયોગો જિંદગી ;
ખૂબ અંદર બ્હારથી હેરાન છું.
વેણ હોતે તો મનાવી લેત પણ;
મૌન આ તકરારથી હેરાન છું.
જોઈએ એવી તને પરવા નથી;
ક્યાં કહું છું પ્યારથી હેરાન છું!!
આમ મારો વેગ તૂટી ના જતે ;
ફક્ત તારી હારથી હેરાન છું.
છે હજારો ઝંખનાઓ ચોતરફ;
કોણ જાણે ક્યારથી હેરાન છું!
રંજ મૃત્યુનો નથી સ્હેજે 'અર્જુન'
જિંદગીનાં સારથી હેરાન છું.
For👑Always Happy❤️
I'mr White 👽