સ્ત્રી સંદેશ..
શા ને શોધે છે કોઈનો સાથ?
તૂ જ તારો સથવારો બન ને..
છોડી દે ખોટી આશ,
તૂ જ તારા પર વિશ્વાસ ધર ને..
નહિ આવે હવે કૃષ્ણ તારા ચીર પુરવા,
તૂ જ તારી રક્ષક બન ને..
શેરીએ શેરીએ મળશે રાવણ ને દુર્યોધન,
ક્યાં ક્યાં થી નજર ચુરાવીશ,
સૂર્ય સમી બની પ્રત્યુત્તર દે ને..
બહાર રાવણ તો ઘરમાં રામ છે,
કેટલાકને અગ્નિપરીક્ષા આપીશ,
તૂ ખુદ ધગતી જ્વાળા બન ને..
ક્યાં સુધી પંપાળતી રહીશ તૂ ખુદ તારી જાતને
હણવા પાપીઓ ને ધારદાર તલવાર બન ને..
નથી કહેતી 'દ્રષ્ટિ' તૂ બધાનો વિરોધ કરજે,
પણ ખોટા અન્યાય સામે તૂ પ્રતિકાર કર ને..
નથી બનવું દીકરા સરીખું તારે,
તૂ દુર્ગા જ શાક્ષાત બન ને...
-દ્રષ્ટિ