#ઉગ્ર
શાને બન્યો છે ઉગ્ર આટલો
તે કર્યાને ખૂબ પ્રયત્ન પછી...
શાને ચડ્યો છે જીદે આટલી
તે કર્યાને પ્રયાસ દિલોજાનથી પછી...
શાને બાળે છે જીવ આટલો
તે તારાથી બનતું બધું કર્યુને પછી...
શાને ભુલ્યો શ્રદ્ધા સબૂરી તારી
હવે રાખ ભરોસો તેની પર
જેણે બનાવી આ દુનિયા...