#ઉગ્ર ચર્ચા એજ બસ પ્રસરી ગઈ,
કે કનૈયો મથુરા જાય છે.
કેમ જીવશું આપણે એના વગર,
ગોપીઓને એજ ચિંતા ખાય છે.
કોઈ તો સંદેશ રાધાને કહો,
અક્રુર આપણ કાનને લઇ જાય છે.
વેદના પથરાઇ ગઈ ગોકુળમાં,
યમુનાજીનો વેગ પણ રુંધાય છે.
કદંબ કેરી ડાળીઓ હિબકેં ચડી,
ગૌ તણી આંખો આંસૂડે ન્હાય છે.
નંદબાબા ને યશોદામાતની,
જીંદગીમાં એક પ્રલય સર્જાય છે.
"લિહાજ"