તમે લાખ પ્રયત્ન કરી લો ક્યાંક તો લાગી જ જશે,
આ મન છે એ કોઈનાં રોકે રોકાય નહીં.
મેં આપ્યું છે તો એને સાચવીને રાખજે,
આમતેમ કરતાં દિલ કયાંક ખોવાય નહીં.
ને પ્રેમનો ચેપ તો કોરોનાથી પણ છે ખતરનાક,
ના કામ લાગે કોઈ સેનેટાઇઝર,કે હાથ પણ એમાં ધોવાય નહીં.
KTM MacD ને આઇફોનની છે બોલબાલા,
અત્યારે પ્રેમમાં પડવું ગરીબને પોષાય નહીં.
ને એને પરવડે તો ઠીક છે 'પ્રક્ષ',
બાકી બાબુ-સોના આપણાથી બોલાય નહીં.
ને મળે તો એને જલસાથી માણી લે,
ન મળે કોઈ વ્યકિત-વસ્તુ,તો એનાં માટે રોવાય નહીં.