કદાચ સમજણ બહારની વાત હતી,
એક સુક્કા બાવળને વિટળાયેલ વેલ હતી,
આમ જુઓ તો લાગે બેઉ,તદ્દન વિપરીત,
ને આમ જુઓ તો સહજીવનની મેર હતી...એક સુક્કા
વિશ્વામિત્ર સમ તપસ્વી બાવળને,
મેનકા જ્યમ જે વળગેલ,એ વેલ હતી...એક સુક્કા
બાવળ દેખાય જાણે ખપી ગયેલ પ્રેમી,
ને વેલ તો અલ્લડ મનમોહક ઢેલ હતી...એક સુક્કા
આ દૃશ્યસર્જનનું કારણ બસ કંઈ નહીં,
એકમેકને જીવન દેવાની ટેક હતી...એક સુક્કા
કદાચ સમજણ બહારની વાત હતી,
એક સુક્કા બાવળને વિટળાયેલ વેલ હતી,
આમ જુઓ તો લાગે બેઉ,તદ્દન વિપરીત,
ને આમ જુઓ તો સહજીવનની મેર હતી...એક સુક્કા
વિશ્વામિત્ર સમ તપસ્વી બાવળને,
મેનકા જ્યમ જે વળગેલ,એ વેલ હતી...એક સુક્કા
બાવળ દેખાય જાણે ખપી ગયેલ પ્રેમી,
ને વેલ તો અલ્લડ મનમોહક ઢેલ હતી...એક સુક્કા
દૃશ્યસર્જનનું કારણ બસ કંઈ નહીં,
એકમેકને જીવન દેવાની ટેક હતી...એક સુકકા
- નિર્મિત ઠકકર