મેં દિ સાથે રાતની પણ સંગત રાખી છે
વાત મારી ક્યાંક થોડી અવગત રાખી છે
ના હતી મારે જરૂર અંજાણ દુશ્મન ની
આ લડતને મેં'જ થોડી અંગત રાખી છે
આવતા જ્યાં ભેરુડા વચ્ચે અમારી ત્યાં
કામમાં થોડી વ્યવહારિક ચપટ રાખી છે
કોઈનો શુ કામ પીટવો છે ઢંઢેરો અહીં
ખુદ લગાડતા ઘા છુપાવા જપટ રાખી છે
જોય લેજે ક્યાંક વિચારો ન થાય મલિન
"પિયુષ"ખુદની ગજબની તે સમત રાખી છે
©પિયુષ કુંડલીયા