સંઘર્ષની તોહ હજી શરૂઆત થાય છે,
છતાંય પળ પળ કપરી જાય છે,
આથમી જવાનું મનને ઘણુંય થાય છે,
પછી સમય વડે સમાધાન કરાવાય છે,
આવશે ઘણી તક એમ વિચારું હું,
પણ 'ક્યારે' એ પ્રશ્ન પાછો સર્જાય છે,
એમ તોહ ઘણુંય વીતે છે અહીં મનમાં,
કિંતુ જગમાં ક્યાં ઉઘાડું કરાય છે?
બીજાને હસીને ના જણાવતા,
મારાં સમજીને અહીં અમારાથી રડાય છે,
ઘણું થ્યું હશે એટલે આટલું રાખીએ,
નિરાંતે કહીશું કે જીવ કેટલો મુંઝાય છે.