જીવન છે ક્યારેક મળે તડકો તો ક્યારેક મળે છાંયો...
કરી લે સ્વીકાર થઈ જશે સાકાર સાર્થક જીવન તારું...
બાકી તો રહી જઈશ પાછળ તું કરીશ ફરિયાદ વારંવાર તો...
જીવન છે ક્યારેક મળે તડકો તો ક્યારેક મળે છાંયો...
જેમ ભળે દૂધ માં સાકર તેમ તું પણ ભળ જીવનકેરા રંગમાં...
જેમ નથી થાકતો સમય ક્યારેય તેમ તું પણ માંડ ચાલવા...
મળશે તને પણ તારી સફળતાનાં સોપાન એક દિવસ...
જીવન છે ક્યારેક મળે તડકો તો ક્યારેક મળે છાંયો...