રમુજી સંવાદ હાઈકુંમાં
શર્ત કપરી
ઉઠાવી લો અગર
હિંમત હોય
હિંમત તો છે
ઉઠાવી લઉં પણ
તાકાત નથી
બહાનું સારું
સીધું કહી શકાય
જાડીપાડી છું
મેઁ ક્યાં કહ્યું
પણ હિંમત નથી
માર ખાવાની
મારું છું એમ?
તૈયાર થઈ જાવ
હું ઉચકીસ
રહેવા દો ને
ફરી કોઈ દિવસ
આજે તો નહીં
આજે શું થયું
અજમાવો તો ખરા
પછી જોઇશુ
લોકડાઉન
સોશિઅલ ડિસ્ટન્સ
પાલન કરું
સારું થયુંને
ભૂલી ગઈ હતી હું
યાદ અપાવી