યાદો નું વાદળ
ઘેરાયેલાં વાદળો ને કોણ પૂછે કે તમે ક્યાં હતા,
કોણ આપે છે નોતરું એ ઘનઘોર વાદળો ને,
નોતરું આપનારા મારી યાદો ના જૂના વંટોળિયા હતા,
વરસી જવું એ તો એમની કાયમ ની આદત છે,
પણ ખબર ના હતી સાથે દર્દ ભરેલા ચક્રવાતો હતા
મારા દિલ ના ખૂણા માં પણ ઝંઝાવાતી પવન ફુંકાયો,
આ કાતિલ પવનો ને કોણ પૂછે કે તમે ક્યાં હતા,
સાથે લાવ્યું હતું આ નાદાન યાદો ના વાદળ ને,
નજર કરી ચોતરફ જોયું દરેક સ્થળે તમે હતા,
વરસી જવા દો એમને એ જ્યાં હતા ત્યાં થી આવી ગયા,
વરસ્યા પછી ભાન થયું એ નાદાન વાદળો કાતિલ વાવાઝોડાં હતા.
લે. નિરવ લહેરુ (ગર્ભિત)