"તોફાની અવતાર"
ટોળાં ઓ નો બાળક હું તોફાની વણઝાર,
ભણતર માં ઝીરો હું ફરિયાદો છે હજાર,

સુર નહિ કોઈ સ્વર નહિ નહિ ભાષામાં શણગાર,
શાળા પાઠ સુઝે નહિ પાઠે પાઠે થાય હાર,

સગપણ લોહીના જાણું નહીં ને તોયે છે એ અપાર,
સત્ય ઉતર મળે નહિ ને સવાલ છે અપરંપાર,

અર્ધાંગી કોઈ બને નહિ ને પાથર્યા પ્રેમ ક્ષણવાર,
મૃગજળ જેવા જીવનમાં કોઈ સચોટ નહિ કિરદાર,

આજીવિકા કરી કઈક નહિ આવક નો કોઈ વાર,
હાથકસબ કોઈ મળે નહિ પગ ખેંચે વારંવાર,

જીવન સૌનું જુદી દિશાએ ચાલે ધમધોકાર,
મનમાં રમે કોઈ બહાર રમે છે સૌ ઉપદ્રવી અવતાર,
#Mrzariyaa
#Naughty

Gujarati Poem by Mahesh Rathod : 111451751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now