આગળ પાછળ બની જશે એ વિશ્વાસ અને વિશ્વસનીયતા શોધું છું ,
હું માણસ ના મન માં બીજા માણસ ના મન ને શોધું છું .
પોતાને જ ગમતો એ જ થાય તો સરસ ,બાકી રહેલી સુગંધ પોતાના માં શોધું છું .
કેમ કરી ને પણ મારું પણ જીવંત રહેવું એ પળ ના હોય ઇ પળ ને શોધું છું .
ના લખ્યું હતું અને જીવું છું કે લખેલ જ જીવું છું એ જાણવા વિધાતા ને શોધું છું .
ક્યાં સુધી સમજાવવા બેઠો હશે એ ખ્વાબ ,સમજી શકે તે મારો ભાવ એ શોધું છું .
આ અવની આખી ખરડાઇ ગયેલ તાવળી જેવી બની એની સુંદરતા ને ગાયબ કરનાર ને શોધું છું.
આંખ બંધ કરતા પણ વધુ બીજા નું સારું જોઈને શકે એ હૃદય ને શોધું છું .
"હૃદય "