હું પોતે કશું જ નથી તું છે તો હું છું
માનતી નથી આ દુનિયા ને હું માનવા કહું છું
છે સ્વપ્ન અધુરા જે એકબીજાથી અલગ છે
ડુબ્યો છું તારા પ્રેમમાં ને તને હું તારવા કહું છું
નથી લાગતું આ મન દુનિયામાં હવેથી
બેસ્વાદ જિંદગીમાં રૂચી હુ લાવવા કહું છું
અધીરુ થયુ છે મન સ્નેહની તરસમાં
કીધા વગર હું એને જાણવા કહું છું
#પોતે