રાત-દિવસ કૈં લાગે હરપળ,
એ પણ સાચું આ પણ સાચું,
અંધારે આ કેવી ઝળહળ,
એ પણ સાચું આ પણ સાચું.
ભીતર શુંય ગયું દેખાય ભણતર સઘળું ગયું ભુલાઈ,
કહેતું ફરું છું સૌવ આગળ,
એ પણ સાચું આ પણ સાચું.
આપમાનીત કે સન્માનિત હો,
બેવ ખેલ છે બંને ખોટા,
કાં તો સ્વીકારીલે હરપળ,
એ પણ સાચું આ પણ સાચું.
સપના માંથી જાગ્યો જયારે એ પળમાં મુંજાયો ભારે,
અંદર બાહાર આગળ પાછળ,
એ પણ સાચું આ પણ સાચું.
કોઈ કાલમાં શું બાંધવું કેવળ ખળખળ વહેતા જવું,
હું કહું એનું નામ છે અંજળ,
એ પણ સાચું આ પણ સાચું.