ડાળી ડાખળા ફળ ફૂલ થી લચેલું ઘટાટોપ વૃક્ષ,
અભિમાનીત થઈ રહ્યું છે પોતા પર,
આકાશમાં વાદળો સાથે ગમ્મત કરતાં કરતાં,
ગર્વિત થઇ રહ્યું છે પોતા પર,
કઠિયારાએ કુહાડીના ઘા મારી,
જમીનદોસ્ત કરી દીધું ઘટાટોપ વૃક્ષ ને,
વૃક્ષ આસુ સરી રહ્યું છે પોતા પર
આવીને આકાશે વૃક્ષ ને પૂછ્યું શાને આંસુ સારે,
બહુ જ ગર્વ હતો તને તારા પોતા પર,
જવાબ આપ્યો વૃક્ષે આકાશ ને,
મારા જમીનદોસ્ત થવા પર આંસુ નથી સારતો,
પણ હથિયારનો હાથો બન્યા છે મારા પોતાના,
તેથી આંસુ સારી રહ્યો છું મારા પોતાના પર.
#પોતે