ઉદય થયો હતો આ રવિ ને વસુંધરા નો આ બ્રહ્માંડે,
લાગે છે ક્યાંક તો છૂપાયેલો છે અજાણો સંબંધ, અનંતકાળો થી!
બની તાત આ સૂરજ પોષે છે આ ધરણી ને સદાયે,
લાગે છે કંઈક લાગણી લહેરાઈ રહી આ વાતાવરણે, અનંતકાળોથી!
આકરો તાપ વેઠી આ ભાનુ બનાવે હરિયાળી આ ભોમ ને,
અનુરાગ ના તાંતણા તોલાઈ રહ્યા આ તરુવરોએ, અનંતકાળોથી!
પોતે પામી તિમિર ને પહોંચાડે છે રૂડી રોશની આ ધરતી એ,
કંઈક નવા રંગો માં રંગાયેલા છે તત્વો, અનંતકાળોથી!
બની તારણહાર ઉગારે એ વિકટ પરિસ્થિતીઓ થી આ પૃથ્વી ને,
એકબીજા માં સમાયેલા છે જાણે આ જીવો, અનંતકાળોથી!
છતાંયે ટીખળો થાય છે આ બંને ના પવિત્ર સ્નેહ ની સદાયે,
અશક્ય મનાય છે આ પાવન સંબંધ ને અનંતકાળોથી!
કહેવાઈ છે ક્યાંથી મળે આ ધરણી ને પેલો નભ નો સ્વામી,
મિલન આ મિત્રોનું અજાણ્યું છે સવૅે થી અનંતકાળોથી!
પરંતુ ન જાણે આ વિશ્વ આ સાયર છે કારણ મિલનનું આ છૂપા સ્નેહ નું,
મળે છે આ ભાનુ એની સંગિણી વસુંધરા ને સમુદ્ર ની સપાટી એ અનંતકાળોથી !!