Gujarati Quote in Poem by મૃગતૃષ્ણા - પારો

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાથે છે એ**
```````````````

જાણકાર છતાં અણજાણ્ એવો સાથી આવ્યો, મળ્યો; ભળ્યો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ચાતક પક્ષી જેમ અશ્રુ મમ ઝીલવા મથતો; ઝીલતો ય; ઝઘડતો ય; ચિઢવતો ય;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

દુર્લભ સમ તકલીફોને મારી ચુમવા મથતો; દૂર પણ કરતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

બેવકુફીઓ મારીથી થાકતો; લઢતો;
નમતો ન કદીયે;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

નર્ક સમ મુજ ઊંડાણમાં ડૂબતો; તરતો;
દમ ભરવા ગુંગળાતો, અટવાતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

મુકતાંગણમાં સ્વૈરવિહાર કરવા ચાહતો; બાથમ્બાથે ય કરતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

સહકાર મુજથી ન મળતો છતાંયે હમેશ પડખે ઊભો રહેતો;
ચુપકીદીથી સઘળાં મમ કાર્યો નિપટાવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

કહેલું એનું ન કરું તો શબ્દોથી વિશેષ ફટકારતો; ક્રોધમાં પલાયનતા દેખાડતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ચાહવા છતાંયે ચાહત કદીયે ન સ્વીકારતો, ન બંધાતો માયાજાળમાં;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

સપડાવા ન માંગતો સાંસારિક  માયાજાળમાં; ચક્રવ્યૂહ ભેદતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!


ભાઈ-જન્મદાતાની ફરજમાં ભટકતો; સમજણ મુજથી અપેક્ષિત ચાહતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ક્ષણમાં રિસાતો; પળમાં રૂંધાતો; જાહેરમાં કદી ના રડતો - રડાવતો છતાંયે;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

હરિયાળા વનવગડામાં ભટકવા મથતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

રાગ-દ્વેષમાં અગત્સ્ય મુનિ તણો અવતાર જાણે ભવિષ્યવાણી સાચી ભાખતો; ખરી ઠેરવી બતાવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ભૂલી મારગ અવળાઈ દાખવતો, ખોટું લાગ્યું ન્થ કહી સાચું ય ન કહેતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

મંદ મંદ પવન સરીખો ઊડતો; વાવાઝોડા સમ હળવું મન મમ ઉધવસ્ત કરી નાખતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

જાણીને ખીજવતો,મને દુઃખી ય કરતો; છોડી ચાલ્યો જૈશ ધમકી ય દેતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ચાહ પામવા તરફડતો; તલસતો; તરસાવતો; ને ભૂલો બધી ગણી ગણીને બજાવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

સચ જાણવા છતાંયે હંમેશા ચકાસતો રહેતો; ન્થ સાથે એવું દાખવતો;
જગમાં રહેવાનું છે મારે એકલપંડે એમ શીખવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ખોઈ બેસું હું આસ્થા ત્યારે - કદાચ જ રહી જાઉં બની સથવારો કહેતો, પણ બંધાયે ન બંધાતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

અપનાવે જો કો' હ્રદયકમળમાં, અતીતમાં રહેવા તૈયાર હતો;
નૈં રોકાય સંબંધોમાં કે અશ્રુથી ન્થ ડરતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો સહજ!


® તરંગ

Gujarati Poem by મૃગતૃષ્ણા - પારો : 111447281
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now