આવ દુઃખ સાથે હસતા શીખવાડું,
કોઈના વગર જીવતાં શીખવાડું,
જે ગમે છે પણ મળવાનું જ નથી,
જતું કરી એને, જે મળે છે એને અપનાવતાં શીખવાડું,
આંસુ ને રાખી હૃદય સુધી જ,
આવ હાસ્ય સાથે વગર આંસુ એ રડતાં શીખવાડું,
આવ દુઃખ સાથે હસતા શીખવાડું,
ઉદાસ રહીને પોતે,
આવ લોકો ને હસાવતાં શીખવાડું,
ખુશીઓ પૈસા થી મળતી નથી,
આવ વગર પૈસે ખુશીઓ ને મેળવતાં શીખવાડું,
ભૂલીને ભાવના વેર, ઝેર, ઈર્ષ્યા તથા નફરત ની,
આવ દરેક સાથે પ્રેમ થી રેહતાં શીખવાડું,
આવ દુઃખ સાથે હસતા શીખવાડું,
કોઈના વગર જીવતાં શીખવાડું,
પ્રેમ સોલંકી ...