#નસીબ . ... " રાધે-કૃષ્ણ "...
એક સ્વપ્નમાં પ્રભુ આવીને કહે..
રાધા ભલેને તું ગોરી હોય ?
પણ એક શ્યામ છે તારા નસીબ માં..!
કંસના કારાવાસમાં તેણે જન્મ લીધોછે, છતાં
ક્ષણ માંજ દેવકી અને વાસુદેવને ભૂલી ગયોછે
"નંદ ઘેર આનંદ" ભયો છે ગોકુળને ઘેલું કર્યું છે
ગોપીઓનોતે ગોવાળછે સૃષ્ટિનો સર્જનહાર છે
રાધા ભલેને તું ગોરી હોય ?
પણ એક શ્યામ છે તારા નસીબ માં..!
જશોદા-નંદ ભલે પારકા હોયપણ પોતાના એક એક પળવાર માં કરીલે છે,ત્રિભુવનનો એમાલિક હોયપણ ચપટીમાટી ખાઈને પેટની તૃષ્ણા સંતોષે
છે,માખણ માટે ગોપીઓ તેનેમન મુકીને નચાવેછે
રાધા ભલેને તું ગોરી હોય ?
પણ એક શ્યામ છે તારા નસીબ માં..!
યુદ્ધમાં તો ક્યારે હારે તો મેદાન છોડીને ભાગે
ત્યારે તે રણછોડ છે,સાચું ક્યારેય બોલતું નથી
નામ તેના હજાર છે,પણ ગુણમાં તે શૂન્ય જ છે
છલ અને પ્રપંચની જાળ રચીને તે યુદ્ધ જીતે છે
રાધા ભલેને તું ગોરી હોય ?
પણ એક શ્યામ છે તારા નસીબ માં..!
રાધા ગભરાઈને બોલી ઊઠે છે" અરે...રે આવોતે
શ્યામ પ્રભુ કેમ મારા નસીબમાં?" ઈશ્વર હસે કહે
શ્યામ વિશ્વથી આગળ હોય તારાથી આગળતો નથી રાધા પછી શ્યામનુંનામ લેવાશે -"રાધે કૃષ્ણ"
રાધા ભલેને તું ગોરી હોય ?
પણ એક શ્યામ છે તારા નસીબ માં..!
આ કવિતામાં સ્વપ્નમાં ભગવાન આવીને રાધા
ને સમજાવે છે કૃષ્ણ વિશે બધી વાતો કરે છે
અને દરેક વાત તેમના વિરોધી છે.રાધા એકદમ ગભરાઈ જાય છે એનું આ કવિતામાં વર્ણન
કરેલું છે..
આભાર સહ
સુનિલ કુમાર શાહ