Prem_222:
મને માફ કરજે મારી જિંદગી, તું જ છે મારી બંદગી...
મારા દિલ દિમાગ માં વસે છે તું,
પણ #નસીબ માં ક્યાં લખાઈ તું,
મને માફ કરજે મારી જિંદગી, તું જ છે મારી બંદગી...
દરેક પળ તારી યાદોને વાગોળતાં,
મારાં સ્વપ્નમાં તારા સ્નેહ પંપાળતા,
મને માફ કરજે મારી જિંદગી, તું જ છે મારી બંદગી...
પવનની વંટોળે દરિયામાં મોજા ઉછળતાં,
તરસે છે એ પણ નદી ના વહેણ ને પુકારતા,
મને માફ કરજે મારી જિંદગી, તું જ છે મારી બંદગી...
ગગન પણ જુએ મિલન ની વાટ ધરા તણી,
તરસ ક્યાં છીપાઈ છે સુકાયેલા તળાવની પાણીતણી,
મને માફ કરજે મારી જિંદગી, તું જ છે મારી બંદગી...
મન તરસે નયન તરસે તારા મિલનની વાટે,
જેમ દિપ સળગે ઘી તણી પલળેલી વાટે,
મને માફ કરજે મારી જિંદગી, તું જ છે મારી બંદગી...
જેમ સુહાગ તરસે મિલનની પહેલી રાતને,
એમ તરસે મિલન ને દિલ મારું તારા સાથને,

#નસીબ