લગ્નના હવન માં હોમાઈ ગઈ
જયાર થી તને જોયો હતો બસ મારી આંખો માં તારો ચહેરો વસ્યો આપણે એકબીજા ને પસંદ કર્યા એટલે ઘરના લોકો એ પણ સગાઈ ની મહોર મારી દીધી મારા હાથમાં હવે તારા નામ ની વીંટી પહેરી ને હું તારા વિચારો માં જ રહેવા લાગી તારી ને મારી થોડી પણ મધુર વાતો ની યાદો માં જ જીવવા લાગી ન જાણે કેટલા કેટલા સપના જોયા હતા કેટલા અરમાનો સાથે તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી.
હું હરખ ઘેલી થઈ ને તને ગમતાં રંગ નું પાનેતર પહેરીને હાથ માં મેંદી મુકીને સોળ શણગાર સજી મંડપ માં આવી હતી
તારા નામ નુ સિંદૂર સજાવી ,મંગળ સૂત્ર પહેરી ,ફેરા ફરી ને
સાથે જીવવા મરવા નું વચન આપ્યું હતું.
મારુ બાળપણ, યુવાની,ઘર,પરિવાર,સખી સહેલી બધું પાછળ છોડી ને જવાનું દુખ હતું આંખો માં આંસુ સાથે મેં વિદાઈ લીધી.પણ હૈયામાં તને મળવાનો ઉમંગ હતો એટલે હરખાતા મને તારી પાછળ ચાલી નીકળી હતી.
યાદ છે મને એ ચાંદની રાત જે મેં તારી રાહ જોઈ ને વીતાવી હતી તું મોડી રાતે આવ્યો અને મને કહ્યું કે તું કોઈ બીજી છોકરી ને પસંદ કરે છે માતા પિતા ની ખુશી માટે મારી સાથે લગ્ન કર્યા છે એવું કહીં મારા દરેક અરમાનો પર પાણી ફેરવી દીધું હતું.
ને તે દિવસે માતા પિતા ની આબરૂ બચાવવા સમાજના નામે
વધુ એક દિકરી લગ્ન ના હવન માં હોમાઈ ગઈ હતી...