હું...
હર કોઈની સમજમાં આવી જાઉં એટલી સરળ નથી હું,
કોઈ પણ આવી તોડી જાય મારાં સ્વપ્ન એટલી તો સસ્તી નથી હું,
સ્વતંત્ર છું પણ સ્વચ્છન્દી નથી,
લાગણીશીલ છું પણ લાગણીઓની મારેલી નથી,
કોઈ દબાવે તો દબાઈ જાઉં એટલી નબળી નથી હું..
કર્મના સિદ્ધાંતમાં અચૂક માનું છું,
માટે કોઈનું ખોટું કરતી નથી હું,
ના બતાવશો મને કોઈ ની બીક,
કેમ કે ઈશ્વર સિવાય કોઈ થી ડરતી નથી હું..
મારાં વિચારોને મુક્તપણે વ્યક્ત કરું છું,
કેમ કે મનમાં મેલ રાખતી નથી હું,
મારી વાત સ્પષ્ટપણે કહી દઉં છું,
તેથી ઘણાને ગમતી નથી હું..
બહુ ઓછાને આવકારું છું હું મારી જિંદગીમાં,
પણ એકવર હાથ પકડી લીધા પછી કોઈનો સાથ મૂકતી નથી હું,
મારાં પોતાના મને ઓળખે છે એ બહુ છે,
પારકાની પંચાત સામે નજર કરતી નથી હું..
-# દ્રષ્ટિ