કાલ ની કોને ખબર શું થશે?
કદાચ તારો ને મારો આ સાથ ના રહે;
ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ,

રસ્તાઓ આપણા બદલાઈ જશે;
સંબંધો ની પરિભાષા પણ બદલાઇ જશે;
ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ,

પોતપોતાના માળા માં વ્યસ્ત થઇ જાશું;
ચાહી ને ભી ફરી આપણે મળી નહીં શકીશું;
ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ,

પાછળથી આ સાથે વિતાવેલી યાદો જ રહી જશે;
તારી મારી આ વાતો જ રહી જશે;
ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ.

- DB Note ✍️

#આનંદી

Gujarati Poem by Disha Barot : 111439381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now