છતાં લગ્ને કુંવારી
એક ચુલબુલ, માસુમ, અને અતિ થી પણ વધારે ખુબસુરત એક છોકરી., મનો કે જો એક વાર એને કોઈ અપ્સરા જોઈ જાય તો એ પણ બળી ને રાખ થઈ જાય એટલી ખુબસુરત અને સાથે સાથે શોખીન પણ એટલીજ હો ! એને તૈયાર થવું બઉ ગમે જો એક નો એક ડ્રેસ એને મહિના માં બીજી વાર પેહરવો પડે તો જાણે કે આભ ટૂટી પડ્યું હોય એટલી ખીજાય " નાની ઓ નાની જોને મારી જોડે કાપડાજ નથી રહયા , હમણાજ આ ડ્રેસ પહેરેલો અને પાછો આજ પહેરવો પડે છે " અને નાનીમાં મિઠ્ઠો ગુસ્સો કરતા અને કેહતા કે "તને તો જેટલું હોય એટલું ઓછુજ પડે છે હમણાં જ ભાઈના લગ્નમાં 10 જોડી કપડા લાવેલી અને પાછા પેલા તારા જન્મ દિવસ પર 5 જોડી વેસ્ટરન જા મુવું બોલતાય ન આવેડે એવા લટકા ઝટકા વડા લેતા આવેલી. તારે તો મોકો જોઈએ ખરીદી કરવાનો." અને છેલ્લે એક શબ્દ જરર કેહતા કે તું તો 'લગ્ને લગ્ને કુંવારી' અને જ્યારે ઘરમાં એના લગ્ન ની વાત નીકળતી તો ફટાક દઈને બોલી ઉઠતી જો નાનીમાં ( આમ તો ઘરમાં માં- બાપ, ભાઈ બધા પણ પહેલે થી મામા ના ઘરે રહેલી એટલે નાની ની ખૂબ જ નજીક એટલે વાત વાતમાં નાનીમાં નેજ બધું કેહતી) કહી દઉં છું હું લગ્ન કરીશ તો કોઈ ડિફેન્સ વાળા સાથેજ અને નાનીમાં બોલતા ના ફાવે એટલે કેહતા શુ ડફેર સાથે? એટલે એ કેહતી નાનીમાં ડિફેન્સ વાળો એટલે કે જે આર્મી, નૌકા સેના, હવાઈ સેનામાં હોઈ એવા કોઈ સાથે સમજ્યા? નાનીમાં લે કરો વાત થઈ રહ્યું ! સારું તારે તને જેવું જોઈએ તેવુજ શોધી શુ.
શોધવાનું પત્યું એક રાજકુમાર જેવો યુવાન, નેવી ના યુનિફોર્મમાં તો કોઈ પણ ની નજર લાગી જાય એવો સોહામણો અને કદ કાઠી મા પૂરો એવા રાજકુમાર સાથે સગાઈ થઈ ગઈ એ ચુલબુલી છોકરીની અરે હવે તો એ બસ સપનાંઓ માજ રહેવા લાગી, વિચારતી કે લગ્ન થશે બાધા મિત્રોને પોતાના હબી ને ઇતરાઈ ને મડાવસે અને ખૂબ જ પ્રૅમ કરશે એક બીજાને બસ સપનાઓમાંજ આખો દિવસ રહેતી. લગ્ન થયા ધામધૂમથી બધા ખૂબ નાચ્યાં અને નાનીમાં એની ખુશી જોઈ ખૂબ જ ખુશ હતાં વિદાય વેળા બધા કરતા નાનીમાં બઉ રડયા બંને એક બીજાને ભેટીને ખૂબ જ રડયા પણ અંદરથી નાનીમાં ખૂબ જ ખુશ હતા કે પોતાના કાળજાના ટુકડા ને જોઈએ તેવો વર મળ્યો તેનાથી.
થોડો સમય વીત્યો અને એ રાજકુમારે પોતાનો અસલી ચહેરો બતાવ્યો વાત - વાતમાં સક કરવો, ટોણા મારવાનું સારું કર્યું. ચુલબુલી, નટખટ એ છોકરીની બધી સજાવટ ધીરે ધીરે જાખી પાડવા લાગી હદ તો ત્યારે થઇ કે જ્યારે એનો ઘરવાળો હાથ પણ ઉપાડવા લાગ્યો. મનમાં ને માનમાં વિચારતી લે શુ આ લગ્ન જીવન છે? લગ્ન વિસે તો એવું સાંભળ્યું હતું કે બે વ્યક્તિઓ બે મટી એક બને , એક ને દુઃખ થાય તો બીજું પણ એટલું દુઃખ અનુભવે જો તેવું હોય તો આ શું ? કેવાય જે મારી સાથે થયું. નાનીમાં સાચેજ કેહતા તું તો લગ્ને લગ્ને કુંવારી જ....ના "છતાં લગ્ને કુંવારી"