અટલજી ને ઘણી બધી વાર હાર નો સામનો કરવો પડ્યો હતો પરંતું જેવું એમનું નામ એવાજ એમનાં માં ગુણ અને ક્ષમતા હતી,
1952 માં તેઓ લખનોવ ની સીટ પર થી ચુંટણી લડ્યા પરંતુ એમા એમને હાર નો સામનો કરવો પડ્યો હતો,તેઓ ઉતર પ્રદેશ ના લોકસભા ની સીટ પરથી ઉપ ચુંટણી લડ્યા પરંતુ એમા પણ એમને સફલતા મડિ નહિ,અટલજી ને પહેલી વાર 1957 માં સફલતા હાથ લાગી એ પણ ભારતીય સંધજન પાર્ટી માંથી 3 લોકસભાની સીટ પર ઉભા રહ્યા,લખનોવ,મથુરા અને બલરામપુર થી,3 માથી બલરામપુર ની સંસદિયની ચૂંટણી જીતી ગયા અને મથુરા,લખનોવ માં હારી ગયા બલરામપુર થી જીતી ને તેઓ લોકસભામાં પહોંચ્યાં હતા,
અટલજી નું અસાધારણ વ્યક્તિત્વ જોઇને વર્તમાન પ્રધાનમંત્રી જ્વાહારલાલ નેહરુ બોલ્યા હતા કે અટલજી એક દિવસ જરુર વડાપ્રધાન બનશે,
1962 માં લખનોવ સીટ પરથી ચુંટણી લડ્યા અને હારી ગયા,પરંતું હિંમત હજી મક્કમ અને અટલ હતી,એના પછી તેઓ રાજ્યસભા ના સંસદ કરીકે ઉભરી આવ્યા,અને 1967 ની ઉપ ચૂંટણીમાં જીત મેળવીને તેઓ સાંસદ બન્યા હતા,
સાસંદ બન્યા બાદ તેઓ જનસંધ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા,એ સમયે એમની સાથે,નાનાજી દેશમુખ, બલરાજ મધોક અને લાલકુષ્ણ અડવાણી જેવા નેતા હતા,
1971 માં 5મી લોકસભા ચુંટણી એ મધ્ય પ્રેદેશ ના ગ્વાલીયર સંસદીય સીટ પર થી લડ્યા,એમના પોતાના વતન થી લડ્યા અને ભારી વિજય સાથે તેઓ સંસદ સુધી પહોંચ્યા,આપતકાલીન(Emergency) પછી ની ચુંટણી 1977 અને 1980 તેઓ દિલ્હીના ક્ષેત્રમાં તેઓ એ Representation કર્યું હતું,
નબનવાની ઘટના ઘટવા જઇ રહિ હતી,1984 માં અટલજી એ પોતાનો પ્રસ્તાવ પત્ર ગ્વાલિયર મધ્ય પ્રદેશ રાખ્યો હતો અને અચાનક કોગ્રેંસે માધવરાવ સિંધિયાને ઉભા રાખી દિધા અને અટલજી પોણા બે લાખ મત થી હારી ગયા,
અટલજી એ કહ્યુ હતું માધવરાવ સિંધિયાને કે તમે ગ્વાલિયર થી ઉભા તો નથી રહ્યા ને,ત્યારે સિંધિયાજી એ ના પાડિ હતી,પરંતું કોંગ્રેસ ની રણનીતિ દ્રારા સિંધિયાજીનો પ્રસ્તાવ પત્ર મુકિ દિધો હતો,
હવે અટલજી પાસે કોઇ મોકો જ નહતો કે તેઓ એકેય બાજું થી એ બીજી જગ્યા પર પોતાનો પ્રસ્તાવ પત્ર મુકિ શકે,આવી રીતે એક વાર પાછી ચુંટણી તેઓ હારી ગયા અને 1991 માં એટલે કે મારા જન્મ ના એક વર્ષ પછી તેઓ આમ ચુંટણી લડ્યા,મધ્ય પ્રદેશ અને લખનોવ થી અને બંને જગ્યાએ તેઓને જીત મડિ,તે પછી એમણે વિદિશા સીટ છોડિ દિધી,
1996 માં હવાલાકાંડ ના નામ આવ્યા બાદ લાલકુષ્ણ અડવાણી ગાંધીનગર થી ચુંટણી નો લડિ શક્યા,આ સ્થિતિ ને જોતા અટલજીએ લખનોવ અને ગાંધીનગર બંને સીટો પર થી ચુંટણી લડ્યા,અને બંને જગ્યાએ એમને જીત મડિ હતી,આ જીત પછી અટલજી એ લખનોવ ને કર્મભૂમિ બનાવી લીધી,1998 અને 1999 લોકસભાની ચૂંટણી જીતીને તેઓ સાસંદ બન્યા હતા,
આપતકાલીન પછી 1977 પછી મોરારજીભાઇ દેસાઈ જનતા પાર્ટી ની જીત થઇ અને મોરારજીભાઇ દેસાઇ ના નેતુત્વ હેઠળ તેઓ વિદેશ મંત્રી બન્યા,વિદેશ મંત્રી બન્યા બાદ પહેલા એવા નેતા બન્યા જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ ને હિન્દી ભાષામાં સંબોધિત કર્યુ હતુ,ત્યાર અંતરકલહ ના કારણે જનતા પાર્ટી વિખરાઇ ગઇ,પછી તેઓ જનતા પાર્ટી છોડિ ને ભારતીય જનતા પાર્ટી માં જોડાઇ ગયા,
1994/95 માં કર્ણાટક,મહારાષ્ટ્ર અને ગુજરાત ભાજપ જીત્યું ત્યારે તત્કાલ અધ્યક્ષ લાલકુષ્ણ અડવાણીજી એ અટલજીને પ્રધાનમંત્રી બનાવ્યા,
અટલજી 1996 થી 2004 સુધી ત્રણ વાર પ્રધાનમંત્રી બન્યા,1996 ની લોકસભાની ચૂંટણી થી ભાજપ સૌથી વધારે મતથી જીતી ને દેશમાં ભાજપનો સુર્ય ઉદય થયો હતો,અને અટલજી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા હતા....