"અટલ"
લગભગ હું છ વર્ષ નો હોઇશ,સ્કુલમાં જતા પહેલા જ ખુબ જ રડતો,મમ્મી અને પપ્પા મને ખુબ જ મનાવતા કે તું સ્કુલે થી આવી જઇશ તો તને આ આપીશ પેલું આપીશ ને એવી અનગીનત લાચચો આપીને મને સ્કુલે મોકલતા,
આ વાત છે 1995/96ની અમારી સ્કુલમાં એક ટીચર અટલજી નું ખુબ સરસ મજાનું ચિત્ર બનાવતા હતા,હું ધીરા ધીરા પગલે ટીચર પાસે ગયો અને બોલ્યો,આ કોનું ચીત્લ છે,
હા રીયલી યાર,હું આવી કાલીવાલી ભાષા બોલતો હતો, હજું હમણા જ વિડીયો કોલ માં એ ટીચર જોડે વાત કરી આંખ માંથી આંસુ વહી જાતા હતાં અને એ પણ અત્યારે જ્યારે એ જુની મારી વાતો ને વાગોળતા,
ટીચરે હળવે રહિને મને ખોડા માં બેસાડ્યો અને બોલ્યા કે આ આપણા માનનીય વડાપ્રધાનજી છે,
તો એ ચુ કલે આપલા માટે....
એ આપણા દેશનું ધ્યાન રાખે,આપણા દેશ ને આગળ વધારે,
આપલો દેચ એચલે ભાલત...?
હા ભારત દેશને ખુબ આગળ વધારે અને એમની બધી જરુરીયાતો ને પુરી પાડે,
તો એ મને તમાલી જેમ ખોલા માં બેચાડશે...?
હા કેમ નહીં,તું એમને ગમે એવું ભણ,એમને ગમે એવા યોગ્ય બન તો જરુર તને ખોડામા બેસાડે,
યોગ્ચ એચલે...?
એટલે કે તું એમની જેમ કવિતા લખ,એમની જેમ વાંચન કર, એમની જેમ લેખક બન ત્યારે...
મિત્રો આજે એ સપનું સાકાર કર્યે ને લગભગ 12 વર્ષ થયા, હું કવિતા,નોવેલ,લેખ,હાસ્ય,બધું જ લખતા શીખી ગયો,
2017 ના એ સપનું,એમને મડવાનુ સપનુ પુરુ થવા પર હતું પરંતુ તેઓ બીમાર પડ્યા ને મારુ સપનું અધુરુ રહિ ગયું, અને પછી મે નક્કી કર્યું કે હું એમની બોયોગ્રાફિ લખીશ, અને એ બાયોગ્રાફી હું એમને સમર્પિત કરીશ,
यह ताजमहल, यह ताजमहल
यमुना की रोती धार विकल
कल कल चल चल
जब रोया हिंदुस्तान सकल
तब बन पाया ताजमहल
यह ताजमहल, यह ताजमहल..!!'
कैसा सुंदर अति सुंदरतर...
ताजमहल, यह ताजमहल,
कैसा सुंदर अति सुंदरतर।
जब रोया हिंदुस्तान सकल,
तब बन पाया यह ताजमहल।
એમની કવિતાઓ ખુબ સુંદર અને રસપ્રદ હતી,
અટલબિહારી વાજપેયી નો જન્મ 25/12/1924
ગ્વાલિયર,મધ્ય પ્રદેશ માં થયો હતો,
એમના પિતાજી પંડિત ક્રુષ્ણબિહારી વાજપેયી છોકરા ઓને ભણવાનું કામ કરતા હતા,અને એમની માતા ક્રુષ્ણાદેવી હાઉસ ફાઇફ હતા,
અટલજી એના માત-પિતા ના સાત માં સંતાન હતા,એમને 3 ભાઇઓ અને 3 બહેનો હતી,અવધબિહારી વાજપેયી,
સદાબિહારી વાજપયી,પ્રેમબિહારી વાજપયી,આ નામ હતા એ ત્રણ ભાઇઓના,અટલજી નાની ઉંમર માં જ અંતમુર્ખી અને પ્રતિભાવ વાળા હતા,
એમનું પ્રાથમિક શિક્ષણ સરસ્વતિ શીક્ષા મંદિર,ગોરખી,બાડા વિદ્યાલયમાં થયું હતુ,ત્યાં એ 8માં ધોરણ સુધી ભણ્યા હતા, મજાની વાત તો એ છે મીત્રો જ્યારે તેઓ 5માં ધોરણ માં હતા,ત્યારે એમણે પહેલી વાર 15મીનીટ નું ભાષણ આપ્યું હતું,
તેઓનો દાખલો વિક્ટોરિયા કોલેજ માં એમના પિતાએ કરાવ્યો હતો,જ્યાંથી તેઓ એ ઇન્ટરમિડિએટ સુધી ભણ્યાં,
એમને કોલેજ ટાઇમથી જ રાજનીતી માં શોખ જાગવા લાગ્યો હતો,અને એમણે રાજકારણમાં ભાગ લેવાનું ચાલું કરી દીધું હતુ,
RSS ના પ્રમુખ કાર્યકર્તા નારાયણરાવ તરટે ને અટલજી એ ખુબજ પ્રભાવીત કર્યા હતા,ત્યારબાદ નારાયણરાવ એ અટલજી ને RSS ના Main Branch In charge બનાવી દિધા,
અટલજી 1942 માં એક એવા સમયે રાજકારણ માં જ્યારે દેશ માં "ભારત છોડો" નું આંદોલન ચાલતું હતું અને એમના ભાઇ 23 દિવસ માટે જેલ ગયા હતા,
1951 RSS ની મદદ થી એક પાર્ટી નું સંગઠન ચાલું કર્યુ જે પાર્ટી નું નામ હતું,"ભારતીય જનસંધ પાર્ટી" અને શ્યામાપ્રસાદ મુખર્જી જેવા નેતા સાથે મુખ્ય ભૂમિકામાં જોડાયા.