નવરાશ મળે ત્યારે તું આવે છે મારી પાસે
ઝીણું ઝીણું મુસ્કાન આપીને જાય છે...
નવરાશ મળે ત્યારે તું આવે છે મારી પાસે
કલ્પનાઓ ના ઘોડા પર બેસાડે છે...
નવરાશ મળે ત્યારે તું આવે છે મારી પાસે
જીવન ના લેખા જોખા કરવા...
નવરાશ મળે ત્યારે તું આવે છે મારી પાસે
જીવન ની સચોટ વાસ્તવિકતા બતાવા...
જ્યારથી તને સાંભળતી થઈ છું ત્યારથી ખ્યાલ આવે છે...
જેને હું બહાર શોધું છું તે તું મારી અંદર જ છો મારો હિતેચ્છુ બનીને...