ઈર્ષા, નિંદા, લોભ-લાલચ આ છે ભયંકર બીમારી
પ્રેમ, દયા, દાન આ છે ઉત્તમ દવા.
જીવન છે જેનું ગુણ રહિત
તે વહેતા મુકે વાણી વચન.
શું કિંમત એના શબ્દોની
જેની જીભ લાંબી અને આચરણ ટુંકુ.
અહીં બની બેઠા બધા માનવતાના શિકારી માનવતા થાય નામ:શેષ...
તેની પહેલા અપનાવી લો સદગુણો
ઉઠો, જાગો ઇતિહાસ રાહ જોવે છે.