Prem_222:
અમે તો ગયા હતા કરવાને નોકરી,
ને કરી ગઈ શિકાર કોઈ છોકરી,
દિલ દિમાગ માં પણ ન હતું વિચાર્યું,
કે એમનેમ વગાડતા રહી જશું ડોકરી. અમે તો ગયા...
ખબર જ્યારે પડી ત્યારે હતા બવ સિરિયસ,
ને પાછળથી ખાઈ ગઈ ભોજન બધું બકરી.અમે તો ગયા...
ખૂબ ખૂબ ઇચ્છા હતી મળવાની એમની,
મળ્યા ત્યારે ખબર પડી આંખો હતી માંજરી.અમે તો ગયા...
સપના તો બહુ જોયા હતા એશ્વર્યા ના,
ને મળી ગઈ સદ નસીબે કોઈ અમને સાંવરી. અમે તો ગયા...
ક્યાં જવું ને કોને કહું હવે તો કોઈ ઉપાય નઈ,
ક્યારની પાછળ પડી છે પાગલ કોઈ વાંદરી. અમે તો ગયા......
#શિકાર