::::::::::::::::::: ક્ષાત્રધર્મ ::::::::::::::::::::::::::
શિકારી:- 🏹
આવ્યો તું થઇને શિકાર મુજનો,
આજે જ હું શિકાર કરું તુજનો.
કદીક આવીશ રખે મળવા મુજને,
બિછાવ્યો છે ગ્રસવા જાલ તુજને..!
રાજપૂત:-🤴
રાજપૂત છું હું જ્ઞાતિએ અને,
શિકાર કરવો છે ધર્મ મુજનો.
આશાઓ ના રાખ એ દુશ્મન!
બનીશ કદી શિકાર હું તુજનો?
દાન, દયા, પ્રેમ, કરુણા અને,
સેવા જેવા છે કર્તવ્ય મુજના.
રસ્તેથી ના ભટકાવ તું મુજને,
નહીંતો થાશે સર્વનાશ તુજનો.
પ્રેમ સામે પ્રેમ નક્કી મળશે ને,
રિપુતા સામે રિપુતા જ તુજને.
એકલો આવ્યો છું અહીં આજે,
એકલો જ કાફી હું કાજે તુજને.
અરે!
આ જ છે અમ ક્ષત્રિય ખુમારી...!
નડે છે મને બસ ક્ષુલ્લકતા તુજની,
ઓ શિકારી...!
નહીંતો નિશ્ચિત શિરચ્છેદ તુજનો,
ઓ શિકારી...!
।। धर्मो जयते सर्वदा।।
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૨/૦૫/૨૦૨૦
સમય:- ૧૧.૧૧
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
#શિકાર