Gujarati Quote in Poem by DJC

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે આ mother's day ના શુભ દિવસે "માં" પર આ કવિતા લખી છે.
🌺Happy Mother's Day🌺


🌺માં🌺

નવ મહિનાનો પ્રવાસ ચાલુ થયો હતો મારો
ત્યાંતો એની આખી  દુનિયા જ બદલવા લાગી
મારા જન્મ પહેલાં જ તે તો મારી માં બનવા લાગી...

જન્મતા જન્મતા  દુઃખાવો  આપ્યો મેં એને
પણ મને પહેલીવાર જોઇ તે તો
મારી સામે હસવા જ લાગી
    મારા જન્મ પહેલાં જ તે તો મારી માં બનવા લાગી...

લાડ પ્રેમથી ઉછેરે છે મને એના બોલ જાણે
મારી માટે અમૃતવાણી કરવા લાગી
ઋણ એનું કદી ન ચૂકવી શકું જે..
         મારા જન્મ પહેલા જ મારી માં બનવા લાગી...

પિતાના સંપૂર્ણ સાથ સાથે પણ આજે
તેની મમતા મારી માટે આગળ વધવા લાગી
મારી મનપસંદ વાનગીઓ મારી સામે ધરતી તે તો
        મારા જન્મ પહેલાં જ મારી માં બનવા લાગી....

કેટલાય મિત્ર કરતા મારી માંની મિત્રતા મારા માટે
કંઈ નિરાલી જ થવા લાગી
નૃત્ય સંગીત સાથે કરાવતી તે તો
      મારા જન્મ પહેલાં જ તે તો મારી માં બનવા લાગી.

કામમાં મદદ ન માંગી તેતો મને
ભણાવી-ગણાવી આગળ વધારવા લાગી
ક્યારેક ટોકતી અકળાતી તે તો આજે મારા લગનના વિચારો કરતી
    મારા જન્મ પહેલાં જ તે તો મારી માં બનવા લાગી...

વાગે મને તો એની આંખો જાણે પુરથી ભરાવા લાગી
દુનિયાથી કંટાળી મને તો જાણે શાંતિની અનુભૂતિ
તેના ખોળામાં જ થવા લાગી 
    મારા જન્મ પહેલાં જ તે તો મારી માં બનવા લાગી...

જનની છે મારી કહું તો મારો પ્રેમ અને સાચી મિત્ર
આજે તે બનવા લાગી  નહી જડે મને તારા જેવી માં
બસ હવે તું અને તું જ મારી શક્તિ બનવા લાગી
      મારા જન્મ પહેલાં જ તે તો મારી માં બનવા લાગી.

DJC✌️
(Disha)
#happymothersday
Thank you for your time. 🙏

(Plz follow my page on instagram
@savicha_sara_vichar)

Gujarati Poem by DJC : 111428823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now