છું હસું આવનાર આફત પર,
કે મને તો શ્રદ્ધા છે ચાહત પર.
સૌને ગમતાં રહેવું આદત છે,
ના ગમું તમને કંઈ બાબત પર?
કેમનો હો વિશ્વાસ ગુસ્સામાં?
હું તો મરતો હતો શરાફત પર.
એમ કાંઈ મળે ના રાતોરાત,
હોય છે કોશિશો કરામત પર.
બેગુનાહી દીઠે ઉપરવાળો,
ફેસલો આપણો અદાલત પર.
અક્ષ આવો ભલે ના અત્યારે,
તો મરણ બાદ મારી દાવત પર.