🌹MOTHER'S DAY SPECIAL🌹
*કોણ છે આ??*
દરિયાથી પણ વિશાળ જેનું દિલ છે,
ધરતી થી પણ વધારે જે
સહનશીલ છે
ફુલથી પણ કોમળ જેનો સ્વભાવ છે,
મધથી પણ મધુર જેની વાણી છે
સૂર્ય થી અધિક જેનું તેજ છે,
ચંદ્ર થી પણ વધારે જેમાં શીતળતા છે
ભગવાનનું જે બીજું સ્વરૂપ છે,
નિ:સ્વાર્થ પ્રેમનું જે ઝરણું છે
મમતાનો જે અખૂટ ભંડાર છે,
સંતાનોમાં જેનો અતૂટ પ્રેમ છે
સૌના મનની તે જ્ઞાતા છે,
હવે તો કહો... કોણ આ દાતા છે??
અરે!!! આતો મારી *માતા* છે
📝NIVYA KOTHARI📝